લવજેહાદના આરોપીની તપાસ ત્રણ રાજ્યો સુધી વિસ્તરી, અલગ અલગ ટીમ તપાસમાં પહોંચી
અમદાવાદઃ હર્ષિત ચૌધરી હિન્દુ નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવા મામલે શહેબાઝના કાંડની તપાસ ત્રણ રાજ્યો સુધી વિસ્તરી છે. ત્રણ રાજ્યોમાં અમદાવાદ રેલવે પોલીસ તપાસ કરશે. જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં તપાસ કરશે.
રેલવે પોલીસની ત્રણ જુદી જુદી ટિમો તપાસ માટે રવાના કરવામાં આવી છે. શહેબાઝ જમ્મુ કાશ્મીરના ઈસમના નામે સિમ કાર્ડ વપરાતું હતું. વર્ષ 2019થી મોબાઈલ સિમ કાર્ડ વાપરતો હતો. જમ્મુ કાશ્મીરના ઇસમના નામના સિમ કાર્ડની કોલ ડિટેલ કઢાવવામાં આવી હતી. જેમાં જમ્મુ કાશ્મીરમાં કોની સાથે સંપર્કમાં હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી.
રાજસ્થાનના ભરતપુરના શ્રમજીવી હર્ષિત ચૌધરીના આધાર કાર્ડનો દુરુપયોગ કરી અનેક બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. મોહમ્મદ શહેબાઝ ખાન વિરુદ્ધ રેલવે પોલીસ વધુ એક ગુનો દાખલ કરશે. એક ટીમ ઉત્તરપ્રદેશના અલીગઢમાં જશે. અગાઉ શહેબાઝને સાથે રાખીને એકવાર અલીગઢમાં રેલવે પોલીસ તપાસ ચાલુ કરી છે. આગળની તપાસ માટે રેલવે પોલીસ દ્વારા શહેબાઝના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.