December 25, 2024

11 વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો, વર્ષ બાદ આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં 11 વર્ષની બાળકીને અપહરણ કેસમાં પોલીસે એક વર્ષ બાદ એક આરોપીની ધરપકડ કરીને અંકલેશ્વર GIDCમાંથી બાળકીને સલામત છોડાવી છે. બાળકી અને આરોપી વચ્ચે પ્રેમસંબંધ હોવાનો ખુલાસો થયો છે. હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ થતા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી.

ક્રાઇમ બ્રાન્ચે આ મામલે અંકુર શર્માની અપહરણ કેસમાં ધરપકડ કરી હતી. 22 વર્ષીય આરોપી પોતાનાથી અડધી ઉંમરની એટલે 11 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. આ ઘટનાની વાત કરીએ તો જૂન 2023માં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 11 વર્ષની બાળકી અપહરણ થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જો કે, બાળકી ભાળ ન મળતા પરિવારજનો હાઇકોર્ટમાં હેબિયસ કોર્પ્સ દાખલ કરી હતી. ત્યારબાદ અપહરણની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી. બાળકીના અપહરણને લઈને ક્રાઇમ બ્રાન્ચ અને AHTUની ટીમે ગુજરાત, રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રના મુંબઈ નાગપુરના તથા દિલ્હી તથા રેડ એલર્ટ એરિયામાં પણ બાળકીને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બાળકીની કોઈપણ ભાળ મળી ન હતી તેવામાં ક્રાઈમ બ્રાન્ચને એક માહિતી મળી હતી. તેના આધારે અંકલેશ્વર GIDCમાંથી એક ઓરડીમાં બાળકી મળી આવી હતી. જેમાં બાળકીને અંકુર શર્મા અપહરણ કરીને લાવ્યો હતો. આરોપી અંકુરને બાળકી ગમતી હોવાથી તેનું અપહરણ કર્યું હોવાનું ખુલાસો થયો છે.

આ પણ વાંચોઃ દેવું થતા યુવકની આત્મહત્યા, વર્ષ પછી સુસાઇડ નોટ મળતા છેતરપિંડી થયાનો ભાંડો ફૂટ્યો

પોલીસે અંકુર શર્માની પૂછપરછ કરતા સામે આવ્યું કે, કૃષ્ણનગર વિસ્તારમાં બાળકી જ્યાં રહેતી હતી તેની સામેની બાર્બર શોપમાં અંકુર કામ કરતો હતો અને આજથી એક વર્ષ પહેલાં બાળકીને અંકુર ભગાડીને લઈ ગયો હતો. ઘરેથી નીકળ્યા બાદ અંકુરે અલગ અલગ જગ્યા ઉપર રાખી હતી. આ સાથે જ આરોપી અંકુર પોતાની ઓળખ છુપાવીને ફરતો હતો. આખરે અંકલેશ્વર જીઆઇડીસીમાં એક કંપનીમાં નોકરી લાગતા ત્યાં રહ્યો હતો. કંપનીમાં એક રૂમ રહેવા માટે આપ્યો ત્યાં જ બાળકીને રાખતો હતો. બાળકીની પૂછપરછમાં અંકુર પસંદ હોવાથી તેની સાથે ભાગી હોવાનું કહી રહી છે. ત્યારે 11 વર્ષની બાળકી સાથે આરોપી અંકુર શારીરિક સબંધ બાંધ્યા છે કે, કેમ તેને લઈ મેડિકલ તપાસ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ પોરબંદરના દરિયાકિનારેથી ઝડપાયા નશીલા પદાર્થના પેકેટ્સ, SOGની કાર્યવાહી

હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાળકી સાથે રહેતા અંકુર શર્માની ધરપકડ કરવામાં આવી છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ખરેખર બંને વચ્ચે પ્રેમ હતો કે અંકુર શર્મા દ્વારા કોઈ અન્ય કારણોસર બાળકીને લઈ જવામાં આવી હતી. જો કે, એક વર્ષ દરમિયાન અંકુર દ્વારા આ બાળકીને કયા કયા સ્થળો પર લઈ ગયો હતો. તેની પણ પોલીસ પૂછપરછ હાથ ધરી છે. આ સાથે જ અંકુર સાથે અન્ય તેના કોઈ મિત્રોએ મદદ કરી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.