અમદાવાદના કોટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ, લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળ્યા
અમદાવાદઃ જેમ જેમ વસતિ વધતી જાય છે, તેમ તેમ શહેરનો કોટ વિસ્તાર વધુ ગીચ બનતો જાય છે. ત્યારે અમદાવાદ શહેરમાં વસતિ પ્રમાણે અંગત વાહનોનો ઉપયોગ પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આમ, શહેરમાં ટ્રાફિકની પણ સમસ્યા વધી રહી છે. આ દરમિયાન લોકો હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળ્યા છે.
ભીડભાડવાળા અમદાવાદ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો જ ઉપયોગ કરવાનું પસંદ કરતા અમદાવાદના કેટલાક નાગરિકો સાથે મુલાકાત કરી હતી. અમદાવાદના અલગ અલગ ટ્રાન્સપોર્ટ મોડનો ઉપયોગ કરી તેઓ સમગ્ર શહેરમાં ફર્યા હતા.