January 16, 2025

ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશનકાંડમાં વધુ એક ખુલાસો, 17માંથી 12 દર્દીઓને બ્લોકેજ નહોતું

અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના ઓપરેશનમાં વધુ એક ખુલાસો થયો છે. 17 દર્દીઓમાંથી 12 લોકોને કોઈપણ પ્રકારનું બ્લોકેજ નહોતું. 12 દર્દીઓને એન્જિઓગ્રાફીની જરૂર ન હોવા છતાં ઓપરેશન કરી નાંખવામાં આવ્યા હતા.

બ્લોકેજ ન હોવા છતાં દર્દીઓને ઓપરેશન માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. એક દર્દીને ખરેખર ઓપરેશનની જરૂર હતી પરંતુ દસ્તાવેજના અભાવે PMJAY યોજનાનું એપ્રુવલ મળે તેમ નહોતું. PMJAY યોજનાનું એપ્રુવલ નહીં હોવાથી તેનામાં નોર્મલ લખી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો હતો.

સાત ઓપરેશન સ્ટેન્ટ મૂકવા માટે કહ્યુ હતું અને તેમાં 4 દર્દીઓને બ્લોકેજનો રિપોર્ટ પણ દેખાડવામાં આવ્યો નહોતો. PMJAY યોજના હેઠળ એન્જિઓગ્રાફી માટે દર્દી દીઠ 5 હજાર અને એન્જિઓપ્લાસ્ટી માટે સવા લાખ જેટલી રકમ મંજૂર થતી હોય છે.