January 22, 2025

ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશનકાંડમાં વધુ એક મોત, 61 વર્ષીય વૃદ્ધે જીવ ગુમાવ્યો

અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી 61 વર્ષીય વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, વિનાયકપુરાના ગણપતભાઈ વાળંદનું મોત થયું છે.

મળતી માહિતી પ્રમાણે, ગત 7 નવેમ્બરે હૃદયમાં બ્લોકેજ હોવાનું કહી ગણપતભાઈ વાળંદ નામના વૃદ્ધનું ઓપરેશન કર્યું હતું. 10થી 15 મિનિટમાં ઓપરેશન થઈ જશે તેવું જણાવી ઓપરેશન કર્યું હતું. ઓપરેશનના દોઢ દિવસ બાદ તબિયત લથડતા સારવાર દરમિયાન મોત થયું છે. તબિયત લથડતા ખ્યાતિ હોસ્પિટલે યુએન મહેતા હોસ્પિટલમાં જવા કહ્યું હતું. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના વિનાયકપુરા ગામમાં પણ કેમ્પ યોજ્યો હતો.