અમદાવાદના ખોખરામાં પરિષ્કાર-1 બિલ્ડીંગના 5મા માળે આગ લાગી, જીંદગી બચાવવા જીવસટોસટનો ખેલ

અમદાવાદ: શહેરના ખોખર વિસ્તારમાં પરિષકાર 1 ફ્લેટના C બ્લોકનાં 5મા માળે ભીષણ આગ લાગી હતી. ઇલેક્ટ્રિક ડકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગતા 12 માળ સુધી પ્રસરી હતી. તેમજ અચાનક જ આગ લાગતા કેટલાક લોકો ફ્લેટમાં ફસાયા હતા. ફસાયેલા લોકો રેસ્ક્યૂ માટે બુમો પાડી રહ્યા હતા અને કેટલાક લોકો બાલ્કનીમાંથી બહાર નીકળ્યા હતા.
અમદાવાદના ખોખરમાં પરિષકાર 1 ફ્લેટમાં આગ લાગતા બિલ્ડિંગમાં કેટલાક લોકો ફસાયા હતા. જેમાંથી 18 લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યૂ કર્યું હતું. તમામ લોકોને સલામત રીતે ફ્લેટની બહાર કાઢવામાં આવ્યા હતા અને સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ખોખરના પરિષકાર-1 ફ્લેટમાં આગ લાગતા C બ્લોકના 5મા માળે એક મહિલાએ બે બાળકીઓને બચાવી પોતાનો જીવ બચાવવા લટકી પડી હતી. કલર કામ કરનાર કારીગર ભરત શીંદે અને ઇલેક્ટ્રિશિયન હિતેશ પંડ્યાએ બંને બાળકીઓને પકડી જીવ બચાવ્યો હતો. ભરત શીંદેએ બે બાળકી સહિત ચાર લોકોના જીવ બચાવ્યા હતા. C બ્લોકમાં આગ લાગ્યા બાદ ફસાયેલા લોકોના જીવના જોખમે જીવ બચાવ્યા હતા. વેંકટરામને 5મા માળેથી જીવ બચાવવા કૂદેલી મહિલાના પગ પકડીને મહિલાને બચાવી હતી.