અમદાવાદના જુહાપુરામાં પ્રવેશના પ્રથમ દિવસે 80 ટકા વિદ્યાર્થીઓનાં એડમિશન કન્ફર્મ, વાલીઓ સરકારી શાળા તરફ વળ્યાં

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક શાળામાં છેલ્લા દસ વર્ષમાં 60,000થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. તો બીજી તરફ સરકારી માધ્યમિક શાળાઓમાં પણ પ્રવેશ માટે વાલીઓએ કતાર લગાવી હતી.
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલી જુહાપુરા માધ્યમિક શાળામાં પ્રવેશના પ્રથમ દિવસે વાલીઓ અને બાળકો એડમિશન માટે કતારમાં ઉભા રહ્યા હતા. સરકારી શાળામાં ધોરણ નવમાં 260 સીટ માટે પ્રથમ દિવસે જ 80% વિદ્યાર્થીઓના એડમિશન કન્ફર્મ થઈ ગયા છે.
સરકારી શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ સાથે શાળામાં સૌથી મહત્વપૂર્ણ પુસ્તકો, કમ્પ્યુટર લેબ અને લાયકાત ધરાવતા શિક્ષકો ભણાવતા હોવાના કારણે વિદ્યાર્થીઓને વાલીઓનો જોગ સરકારી શાળા તરફ વધ્યો છે. 65 વિધાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.