લોટસ હાઇસ્કૂલ મુદ્દે DEOનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડાશે
અમદાવાદઃ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી લોટસ હાઈસ્કૂલ સીલિંગ મુદ્દે DEOએ શાળાના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કોઈપણ પ્રકારની અસર નહીં થાય.
અમદાવાદના ઇસનપુરમાં આવેલી લોટસ હાઇસ્કૂલમાં ભણતા 300 જેટલા વિદ્યાર્થીઓને હવે અન્ય શાળામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓને ઈસનપુરની અલગ અલગ 3 શાળાઓમાં ખસેડવામાં આવશે. તેનાથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર ન પડે.
સ્કૂલ પર લોન લીધી હતી
સ્કૂલ ટ્રસ્ટ દ્વારા પંજાબ નેશનલ બેંકમાંથી સ્કૂલને મોર્ગેજ મૂકીને લોન લેવામાં આવી હતી. ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા 1.25 કરોડ લોનની રકમ ભરવામાં આવી નહોતી. સ્કૂલને લોન ભરવા અનેક નોટિસ આપવામાં આવી હતી. છતાં સ્કૂલે લોનની રકમ ભરપાઈ ન કરતા સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવે જ્યારે શાળાને સીલ કરવામાં આવી છે, ત્યારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાર ન થાય તેમાટે ડીઓએ મહત્વનો નિર્ણય લીધો છે.