December 26, 2024

અમદાવાદ એરપોર્ટ પર DRIની કાર્યવાહી , 3 કિલો સોના સાથે એક વ્યક્તિની ધરપકડ

અમદાવાદઃ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર DRIએ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 3 કિલો જેટલું સોનું ઝડપી પાડવામાં આવ્યું છે. આ સાથે જ એક ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, 2.35 કરોડની કિંમતનું સોનું પકડવામાં આવ્યું છે અને એક ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. એર કમ્પ્રેસરના પિસ્ટનમાં સોનું સંતાડવાની નવી પદ્ધતિ સામે આવી છે. ભેજાબાજ આરોપીએ બચવા માટે નવી પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.

ઇન્ફર્મેશનના આધારે DRI દ્વારા કસ્ટમ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. વર્ષ 2024માં DRI દ્વારા કુલ 66 કરોડની કિંમતનું 93 કિલોથી વધુ સોનું જપ્ત કર્યું છે. અમદાવાદ અને સુરત એરપોર્ટ ઉપર સોનાની સ્મગ્લિંગ મામલે DRI દ્વારા વર્ષ 2024 દરમિયાનની કડક કાર્યવાહી કરવામાં આવી છે.