January 30, 2025

દવાની આડમાં ચાલતા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, ATSએ 50 કરોડથી વધુનો જથ્થો ઝડપ્યો

મિહિર સોની, અમદાવાદઃ દવાની આડમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કની તપાસમાં ATSને વધુ એક સફળતા મળી છે. ગુજરાત ATSએ 24 જાન્યુઆરીએ ખંભાતમાં રેડ દરમિયાન પકડેલા આરોપીની પૂછપરછમાં વધુ 50 કરોડની કિંમતની નશીલી દવાનો જથ્થો ઝડપાયો છે.

ગુજરાતમાં દવાના રૂપમાં ડ્રગ્સ બનાવવાના નેટવર્કમાં ATSએ 24 જાન્યુઆરીએ ખંભાતમાં રેડ કરી આ નેટવર્નો પર્દાફાશ કર્યો હતો, જેમાં કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓના રિમાન્ડ દરમિયાન કેમિકલ ટ્રેડર્સ રણજીત ડાભીની પૂછપરછમાં ખુલાસો થયો છે.

આરોપી પૂછપરછમાં નશીલી દવાનો જથ્થો ધોળકાના એક વેરહાઉસમાં રાખ્યો હોવાની માહિતી મળી હતી. જેના અનુસંધાને ગુજરાત એટીએસએ ધોળકાના દેવમ ઇન્ડસ્ટ્રીઝમાં રેડ કરતા 500 કિલો ટ્રામાડોલનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 40થી 50 કિલો છે. આ ટ્રામાડોલનો જથ્થો છેલ્લા આઠ મહિનાથી આ વેરહાઉસમાં રાખવામાં આવ્યો હતો. આ વેરહાઉસ રણજીત ડાભી ભાડે રાખ્યું હતું. નોંધનીય છે કે, ખંભાતમાં પકડાયેલા નશીલી દવા જથ્થા પ્રોડક્શન ફેકટરી આરોપી રણજીતે ભાડે રાખી હતી.

આરોપી રણજીત ડાભીની પૂછપરછ કરતા છેલ્લા 8 મહિનાથી ધોળકામાં આ ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું. જેમાં ટ્રામાડોલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. આ નશીલી દવાનો જથ્થો પણ આરોપીઓએ વિદેશમાં સપ્લાય કરવા માટે રાખ્યો હોવાનું ATS અનુમાન લગાવી રહી છે. ખંભાતમાંથી જે નશીલી દવાનો જથ્થો ઝડપાયો હતો. તેનું પ્રોડક્શન કરનારા કેમિકલ ટ્રેડર્સ રણજીત ડાભી હતો. જો કે, ધોળકામાંથી ઝડપાયેલા જથ્થાનું શું કરવાનું હતું, તે બાબતે હજુ સુધી ATSને કોઈ ચોક્કસ માહિતી નથી મળી. પરંતુ ટ્રામાડોલની ડિમાન્ડ આફ્રિકન દેશોમાં ખૂબ વધુ હોય છે, જ્યાંથી વધુ સરળ રીતે નાણાં કમાવવાનો તક રહેલી હોય છે. આ જથ્થો પણ આરોપી આફ્રિકન દેશમાં સપ્લાય કરવાનો હતો કે કેમ તે દિશામાં ATS તપાસ શરૂ કરી છે.

નશીલી દવા ટ્રામાટ્રોલનો ભારતમાં દવા તરીકે ઉપયોગ કરવા માટે વધુમાં વધુ 50 MGની જ દવા કાયદેસર રીતે આપી શકાય છે, પરંતુ આફ્રિકન દેશોમાં આ દવા વધુમાં વધુ 225 MGની આપી શકાય છે. જેથી ડ્રામાડોલનો વધુ પડતો ઉપયોગ આફ્રિકન દેશોમાં થાય છે. તેમજ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓ આ નશીલી દવાનો વધુ ઉપયોગ કરતા હોય છે. આમ આ ઘટના સાથે સંકળાયેલા આરોપી રણજીતે આવી નશીલી દવાનો જથ્થો વિદેશોમાં કેટલી વાર સપ્લાય કર્યો છે, તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ખંભાતમાં પકડાયેલી નશીલી દવા જથ્થો MPનો આરોપી અજય જૈન લેવાનો હતો, ત્યારે આ જથ્થો કોને સપ્લાય કરવાના હતા તેની તપાસ શરૂ કરી છે.