અમદાવાદમાં થલતેજની ઝેબરની સ્કુલની બાળકીનું કાર્ડીયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન મોત
Ahmedabad Crime: ગાર્ગી તુષાર રાણપરા ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકીનું મોત થયું મામલે ખુલાસો થયો છે. બાળકી સીડી પર જઈ રહી હતી તે સમયે છાતીમાં દુખાવો શરૂ થયો હતો. છાતીમાં દુખાવો થતાં બાળકી સીધી પર અચાનક બેસી ગઈ હતી. બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક સારવાર માટે 108ને ફોન કર્યો હતો. એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતો હોવાથી સ્ટાફની ગાડીમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો: વડોદરામાં ફૂડ ડિલિવરી બોયે મહિલાનો હાથ પકડીને કહ્યું, “તમે બહુ સુંદર છો”
દાદા અને દાદી સાથે રહેતી
સ્ટાફની ગાડીમાં તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. કાર્ડીયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન મોત થયું હોવાનું પ્રાથમિક તારણ નિકળ્યું. બાળકી અમદાવાદમાં તેના દાદા અને દાદી સાથે રહેતી હતી. બાળકીના માતા પિતા અત્યારે મુંબઇ છે જેથી તેમને જાણ કરવામાં આવી. એડમિશન લેતા સમયે કોઈ પણ બીમારી બાળકીને ન હતી. એડમિશન લેતા સમયે અમે બાળકીને કોઈ પણ બીમારી ન હોવાના ડોક્યુમેન્ટ લીધેલા છે. અન્ય કોઈ પણ બીમારી ન હોવા છતાં અચાનક બાળકીને છાતીમાં દુખાવો ઉપડયો હતો.