ઘોડાસર બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, AMTS રિપેર કરતા બે ફોરમેનનાં ઘટનાસ્થળે મોત
મિહિર સોની, અમદાવાદઃ શહેરના ઘોડાસર ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં AMTS બસ રિપેર કરતા બે ફોરમેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. પોલીસ દ્વારા આઇસર ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, એક AMTS બસ બંધ થતા બીજી બસ દ્વારા ટોઈંગ કરવામાં આવી હતી. બ્રિજ પર ટોઈંગ છૂટી જતા ફરી જોડાણ કરવાની કામગીરી ચાલતી હતી. આ દરમિયાન પાછળથી આઇસર ટ્રકે AMTS બસને ટક્કર મારી હતી.
આઇસરે બસને ટક્કર મારતા બંને બસની વચ્ચે કામ કરી રહેલા ફોરમેન કચડાયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. આ ઘટનાને લઈને ટ્રાફિક ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ઘોડાસર ઓવરબ્રિજ અકસ્માત કેસમાં આઇસર ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ડ્રાઈવર શિવકુમાર અમરસિંહ તોમર (ઉવ.45 રહેવાસી.શાંતિનગર.મેમ્કો. નરોડા)ની ધરપકડ કરી છે. શિવકુમારે આઇસર વડે બસને પાછળથી ટક્કર મારી હતી. બ્રિજ પર AMTSની બસ બંધ થતા ટોઇંગની કામગીરી ચાલતી હતી. બ્રિજ પર ટોઇંગ છૂટી જતા બે ફોરમેન ફરી જોડાણ કરતા હતા. આઇસરે બસને પાછળથી ટક્કર મારતા બંને ફોરમેનના કચડાઈને કરુણ મોત થયા હતા.