January 19, 2025

દૂધની જગ્યાએ ઈંડાની બળી વેચતા ફેરીયાનો વીડિયો આવ્યો સામે, જોઈને ચોંકી જશો

Ahmedabad News: બનાવટી વસ્તુઓએ જાણે ગુજરાતમાં માંજા મૂકી હોય તેવું તો જોવા મળ્યું જ છે. પરંતુ હવે તો એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને સાંભળીને તમે કદાચ તમે ચોંકી જશો. એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને વેજ ખાતા લોકોના હોંશ ઉડી જશે.

આ પણ વાંચો: PM મોદીનો પહેલો આંતરરાષ્ટ્રીય પોડકાસ્ટ ફેબ્રુઆરીમાં થશે, જાણો તેઓ કોની સાથે વાત કરશે

ઈંડાની બળી વેચી રહ્યો હતો
દૂધની જગ્યાએ ઈંડાની બળી વેચતો ફેરીયાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અમદાવાદમાં આવેલા નરોડા વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસેનો વીડિયો હોવાનું જણાઈ રહ્યો છે. આ વીડિયોમાં જે ફેરીયો હતો તેણે આ વાતને પણ કબુલ કરી છે. દૂધની જગ્યાએ ઈંડાની બળી વેચી રહ્યો હતો. કેટલાય લોકો એવા હશે કે જેણે દૂધની બળીના નામે ઈંડાની બળી ખાઈ લીધી હશે.