December 22, 2024

દિવાળી પહેલા અમદાવાદમાં ચક્કાજામ, સિંધુભવન રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો આવ્યા સામે

Traffic In Ahmedabad: દિવાળી નજીક આવી રહી છે. ત્યારે અમદાવાદીઓ શોપિંગ કરવા નિકળી ગયા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં અત્યારે લોકોની અવરજવર વધી ગઈ છે જેના કારણે ટ્રાફિકજામ પણ થઈ રહ્યો છે.

સિંધુભવન રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો
સિંધુભવન રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. શોપિંગ ફેસ્ટિલના કારણે સિંધુભવન રોડ પર લોકોની અવરજવર વધી હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને સાંજના સમયે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે. સિંધુભવન રોડ પરની ટ્રાફિકના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. ટ્રાફિકને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાત્રે લોકો ખરીદી કરવા આવતા રોડ પર ટ્રાફિકજામ થાય છે.

 આ પણ વાંચો: 6 દિવસમાં એરલાઈન્સને 70 બોમ્બની ધમકી, સરકાર ટૂંક સમયમાં પગલાં લેશે

પોશ વિસ્તારમાં ટ્રાફિકજામ
સિંધુ ભવન રોડ પશ્ચિમ અમદાવાદ સ્થિત પોશ વિસ્તાર છે. આ વિસ્તારમાં પણ જો ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે તો નવાઈની વાત તો ખરી જ. સિંધુભવન રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યોનો આકાશી નજારો સામે આવ્યો છે. ટ્રાફિકને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજૂ દિવાળી આવી રહી છે. જેને ધ્યાનમાં રાખી અમદાવાદની દુલ્હનની જેમ શણગારી દેવામાં આવ્યું છે.