February 25, 2025

અમદાવાદ: પોલીસ આધુનિકરણ યોજના અંતર્ગત ડીજીટલ સાઉન્ડ લેવલ મીટર અપાયા

અમદાવાદ: પોલીસ આધુનિકરણ યોજના અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ દ્રારા અમદાવાદ શહેર માટે ૫૩ ડીજીટલ સાઉન્ડ લેવલ મીટર આપવામાં આવ્યા છે. શહેરની સુરક્ષા અને નાગરિકોની સલામતી માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે.

તમને જણાવી દઇએ કે , આ ડીજીટલ સાઉન્ડ લેવલ મીટરની અમદાવાદ શહેરના કુલ:- ૪૪ પોલીસ સ્ટેશન તથા ઝોન ૧ થી ૭ માં ૧-૧ મળી ૫૧ તથા કંટ્રોલરૂમ ખાતે- ૨ મળી કુલ- ૫૩ ડીજીટલ સાઉન્ડ લેવલ મીટરની ફાળવણી કરવામાં આવેલ છે.

આ સિવાય ડીજીટલ સાઉન્ડ લેવલ મીટરની ઉપયોગીતા અંગેની તાલીમ તમામ પોલીસ સ્ટેશનમાંથી 5-5 તથા ઝોન એલ.સી.બી. સ્ટાફમાંથી 2-2 પોલીસ કર્મચારીઓ તથા કંટ્રોલરૂમ તેમજ વિશેષ શાખામાંથી 5-5 પોલીસ કર્મચારીઓ મળીને કુલ:- 250 પોલીસ કર્મચારીઓને તાલીમ આપવા આવેલ છે.

વધુમાં ડીજીટલ સાઉન્ડ લેવલ મીટરની PPTના માધ્યમથી તથા કેસલા કંપનીના કન્ટ્રી મેનેજર દ્રારા ઉપયોગ અને તેની જાળવણીની સમજ આપવામાં આવી તથા તેના ઉપયોગ સબંધે તાલીમાર્થીઓના ઉદ્દભવેલ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.