અમદાવાદ-ધોળકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 5 લોકોનાં મોત
અમદાવાદઃ શહેરમાં અકસ્માતના કિસ્સા અટકતા નથી. ત્યારે અમદાવાદ-ધોળકા હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે. જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ત્યારે આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ-ધોળકા હાઇવે પર પૂલેન સર્કલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોલેરો કાર ડમ્પર પાછળ અથડાતા અકસ્માત થયો હતો. ત્યારે રાણપુર તરફ જતી બોલેરો કારને ડમ્પરે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર આઠ લોકોમાંથી 7 લોકોમાંથી 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, દાહોદના શ્રમિકો મજૂરી કામ માટે રાણપુર જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માતા સર્જાયો હતો અને જાનહાનિ થઈ હતી.