ગરમીને કારણે અમદાવાદ DEOનો શાળાઓને આદેશ – બપોરે 12 વાગ્યા સુધીમાં શૈક્ષણિક કાર્ય પૂરું કરવું

અમદાવાદઃ ગરમીના પ્રમાણમાં વધારો થતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને કડક સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ પારો આસમાને છે.

અમદાવાદમાં ગરમીમાં વધારો થતા જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને સૂચના છે કે, બપોરે 12 વાગ્યા પહેલા પ્રાઈમરીના બાળકોનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી દેવું. આ ઉપરાંત બપોરે 12 વાગ્યા પછી કોઈપણ શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ ન રાખવું. બપોરે 12 વાગ્યા સુધીનું તાપમાન બાળકો સહન કરી શકાય તેવું માની શકાય છે. જો કોઈ શાળા બપોરે 12 વાગ્યા પછી શૈક્ષિણક કાર્ય શરૂ રાખશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.