વાડજમાં કિન્નરોએ શ્વાન છોડીને પોલીસ પર કર્યો હુમલો, ફરિયાદ નોંધાઈ
Ahmedabad Crime: વાડજ વિસ્તારમાં કિન્નરોએ પોલીસ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. 15 જેટલા કિન્નરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ જ્યારે વસ્ત્રાપુરમાં લૂંટ કેસમાં વોન્ટેડ આરોપી સંજય વ્યાસને પકડવા ગઈ હતી તે સમયે હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: રાધનપુરના લોકો પ્રાથમિક સુવિધા માટે કરગરી રહ્યા છે, તંત્રના આંખ આડા કાન
કિન્નરોએ કર્યો પોલીસ પર હુમલો
કિન્નરોએ પોલીસ કર્મચારી પર શ્વાન છોડીને હુમલો કર્યો હતો. આરોપી સંજય વ્યાસને ભગાડવા માટે કિન્નરોએ પોલીસ પર હુમલો કર્યો છે. વાડજ પોલીસે સંજય વ્યાસ સહિત 15 કિન્નરો સામે ફરિયાદ નોંધાઈ છે.