November 5, 2024

શહેરમાં ઘરફોડ ચોરીના બે માસ્ટર માઇન્ડને પોલીસે દબોચ્યો

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં ઘરફોડ ચોરીનો માસ્ટર માઇન્ડ ફરી એક વખત પોલીસના હાથે ઝડપાયો છે. માસ્ટર માઇન્ડ 43 જેટલા ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપી ચુક્યો હોવાનો થયો ખુલાસો થયો છે. આ રીઢા ઘરફોડ ચોરે પોતાની ગેંગ બનાવીને ચોરીને આપતો અંજામ હતો. નારણપુરા પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપી ધરપકડ કરી છે.

આ પણ વાંચો: સાબરમતી પોલીસ સ્ટેશનના જ પોલીસે રૂ. 53 લાખની કરી ચોરી

ઘરફોડના કેસમાં પકડાયેલ આરોપી વિજય ઉર્ફે સંદીપ મકવાણા અને ચતુરસિંહ ઉર્ફે સંજય ઠાકુરની ઘરફોડ ચોરી કેસમાં પોલીસે ધરપકડ કરી છે. આ કુખ્યાત રીઢા ઘરફોડ ચોરે નારણપુરા વિસ્તારમાં આવેલી ફેન્ડ્સ કોલોનીમાં એક મકાનમાં પ્રવેશ કરીને સોના-ચાંદીનાં દાગીના અને રોકડ મળી 24.95 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. ઝોન-1 એલ.સી.બી અને નારાણપુર પોલીસ સયુંકત તપાસ કરીને સીસીટીવી ફૂટેજના આધારે બન્ને આરોપીએને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ચોરીના દાગીના અને મોબાઈલ સહીત 15.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદી જ રહેશે PM! NDAની બેઠકમાં આ પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ

ઘરફોડ ચોરીનો માસ્ટર માઇન્ડ વિજય ઉર્ફે સંદીપ મકવાણા છે. જે દાણીલીમડાનો રહેવાસી છે અને પોતાની ઓળખ બદલીને ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો. વર્ષ 1995થી આ આરોપી વિજય ગુનાખોરીમાં ઝંપલાવ્યું હતું. 29 વર્ષમાં આરોપી વિજયએ 43 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. નારણપુરા ઘરફોડ ચોરીની ધટનાની વાત કરીએ તો આરોપી વિજય અને ચતુરસિંગ બોપલમાં એક નોકરી દરમિયાન પરિચયમાં આવ્યા હતા. જ્યાં આરોપી ચતુરસિંહ સિક્યુરિટી ગાર્ડ તરીકે અને વિજય મકવાણા ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. આરોપી ચતુરસિંગ વિજયની ઘરફોડ ચોરીના કૃત્ય વિશે જાણતો હતો. જેથી પૈસાની જરૂરિયાત માટે ચતુરસિંગે વિજયને ઘરફોડ ચોરીની ટ્રીપ આપી હતી. જોકે થોડા સમય પહેલા નારણપુરા ફ્રેન્ડ્સ કોલોની સામે આવેલી એક સોસાયટીમાં ચતુરસિંગ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જ્યાં એક મકાન બંધ હોવાની ટીપ વિજયને આપી હતી. જે બાદ આરોપી વિજય અને તેના અન્ય સાથીદાર અતુલને લઈને ઘરફોડ ચોરી કરી હતી. આ ચોરીનો મુદ્દામાલ એક બીજાને વેહચી દીધો હતો. આ મુદ્દામાલને આરોપીઓ વેચવા માટે નીકળતા જ પોલીસે બાતમીનાં આધારે ઝડપી લીધા હતા. નારણપુરા પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે વોન્ટેડ આરોપી અતુલની શોધખોળ શરૂ કરી છે. ત્યારે આરોપી વિજય સાથે અન્ય કેટલા આરોપી સંડોવાયેલા છે જેને લઇ તપાસ શરૂ કરી છે.