February 24, 2025

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, કરોડોના ડ્રગ્સ સાથે ત્રણ લોકોની ધરપકડ

 અમદાવાદઃ શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં સફળતા મળી છે. કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઓરિસ્સાના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આશરે 200 કિલોથી વધુ ગાંજો અને MD સહિત ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઓરિસ્સાથી આવતા ટ્રકમાં મોટી માત્રામાં સૂકવેલા ગાંજાનો પાવડર મળી આવ્યો છે.

ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હોવાની માહિતી મળી છે. અંદાજે 1100 કિલો ડ્રગ્સ ઓરિસ્સાથી ટ્રકમાં લાવવામાં આવતો હોવાની બાતમી મળી હતી અને આ જથ્થો વટવા જીઆઈડીસીમાં ઉતારવાનો હતો. તેને આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણ જેટલા લોકોની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.