December 26, 2024

હત્યા કેસમાં 9 વર્ષથી ભાગેડુ આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

મિહિર સોની, અમદાવાદ: દાણીલીમડામાં મહિલાની હત્યા કેસમાં 9 વર્ષથી વોન્ટેડ આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. મૃતક મહિલાના નામે 20 વીઘા જમીન પડાવવા માટે પિતરાઈ ભાઈઓએ હત્યા કરી હતી. આ હત્યામાં પકડાયેલા આરોપીની સંડોવણી ખુલતા ક્રાઈમ બ્રાન્ચ દિલ્હીથી આરોપી કરી ધરપકડ.

ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલ આરોપી મંજરઆલમ ઉર્ફે કલવા મણિયાર ની હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2015માં શાહઆલમ વિસ્તારમાં એક યુવતીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમા આરોપી મંજરઆલમ ની સંડોવણી ખુલતા ક્રાઇમ બ્રાન્ચે 9 વર્ષ બાદ દિલ્હીથી ધરપકડ કરી છે. ધટનાની વાત કર્યે તો દાણીલીમડા વિસ્તારમાં 12 સપ્ટેમ્બર 2015 નાં રોજ નવાબની ચાલીમાં પશ્વિમ બંગાળ ની એક પરણિત યુવતી ને છરી થી ગળું કાપી હત્યા કરી હતી. આ કેસમાં હત્યામાં સંડોવાયેલ આરોપી મંજરઆલમ મણિયાર ની ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપી મંજરઆલમ પશ્વિમ બંગાળ નો રહેવાસી છે જ્યારે મૃતક નસરીન બાનું પણ તેના ગામમાં રહેતી હતી. 2015 માં નસરીન બાનું એ અકતરઆલમ શેખ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન કર્યા બાદ નસરીન અને તેનો પતિ અમદાવાદના દાણીલીમડા માં રહેવા આવ્યા હતા. પ્રેમ લગ્ન કરી લેતા નસરીન નાં પરિવારજનો માં નારાજગી હતી જ્યારે નસરીન તેના માતા પિતા ની એક ની એક સંતાન હતી તેના નામે પશ્ચિમ બંગાળ માં 20 વીઘા જમીન હતી. જેથી આ જમીન પિતરાઈ ભાઈઓને મળે તે માટે નસરીન હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. આ હત્યામાં પકડાયેલા આરોપીએ નસરીન ઘર સુધી આરોપીઓને લઈ જવામાં મદદ કરી હતી. જેને લઇ ને ક્રાઇમ બ્રાન્ચે આ હત્યા કેસમા આરોપી ધરપકડ કરી છે.

ક્રાઇમ બ્રાન્ચ ની તપાસ માં સામે આવ્યું કે મૃતક નસરીન બાનું નાં લગ્ન તેના ફોઈના દીકરા અજમલ શેખ સાથે પરિવાર કરવા માગતા હતા. પરંતુ નસરીન અકતર આલમ સાથે પ્રેમ માં હોવાથી ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. આ બન્ને પ્રેમી યુગલ લગ્ન બાદ દિલ્હી આવી ગયા હતા અને ત્યાર બાદ અમદાવાદમાં રહેતા હતા અને દાણીલીમડા માં બંને સિલાઈ નું કામ કરતા હતા. નસરીન ની હત્યાના ચાર મહિના પહેલા પોતાના મિત્ર એવા આરોપી મંજરઆલમ શેખને પણ પશ્વિમ બંગાળ થી સિલાઈ નાં કામ કરી રોજગારી માટે બોલાવ્યો હતો. અને પોતાની બાજુમા મકાન ભાડે અપાયું હતું. જ્યારે બીજી તરફ નસરીન બાનું પ્રેમ લગ્ન થી તેના પિતરાઈ ભાઈઓ સુફેદ આલમશેખ, ઇઝરાઇલ શેખ, સજદ હુસેન શેખ અને મુન્ના શેખ એ ભેગા મળી નસરીન બાનું ની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. મૃતક અસરીન અમદાવાદમાં રહેતી હોવાની માહિતી સજાદ હુસેન મળી હતી. જેથી સપ્ટેમ્બર 2015માં અમદાવાદ આવી ગયા હતા અને મંજરઆલમ સાથે શાહ આલમ ખાતે મિટિંગ કરી હતી અને મંજરઆલમ જ નસરીન ઘરે લઈ ગયો હતો. ત્યારે સજાદ હુસેન મોઢું દબાવી રાખ્યું હતું અને મુન્ના એ છરી થી ગળું કાપી હત્યા કરી હતી. આ હત્યા કેસમા વર્ષ 2016 સજાદ હુસેન અને સુફેદ આલમ ની ધરપકડ થઈ હતી જ્યારે મુન્ના શેખ અને ઈસ્માઈલ શેખ હજી પણ વોન્ટેડ છે.

આ પણ વાંચો: સામાન્ય બોલચાલીમાં કરપીણ હત્યા, કાપોદ્રા પોલીસે કરી હત્યારાની ધરપકડ

હત્યા બાદ મંજરઆલમ અમદાવાદ થી પશ્ચિમ બંગાળ નાસી ગયો હતો. પશ્ચિમ બંગાળમાં સજાદ હુસેન પકડાઈ જતા મંજરઆલમ દિલ્હી ભાગી ગયો હતો અને જેન્સ બેલ્ટ નો ધંધો કરતો હતો. હાલમાં ક્રાઈમ બ્રાન્ચ આરોપી ની ધરપકડ કરી દાણીલીમડા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે ત્યારે મુખ્ય બે વોન્ટેડ આરોપી શોધખોળ શરૂ કરી છે.