December 22, 2024

કાગડાપીઠની હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

અમદાવાદઃ શહેરના કાગડાપીઠમાં થયેલી હત્યા મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ગઈકાલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ એસએ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આરોપીઓનાં નામ

1. યુવરાજ ઉર્ફે બિલ્લો વિજયભાઈ ચુનારા
2. વિશાલ ઉર્ફે સંજય ગણેશભાઈ ચુનારા

શું હતો સમગ્ર મામલો?
કાગડાપીઠ વિસ્તારમાં યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે મૃતકના પરિચિત લોકોએ પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા. જ્યારે બુટલેગરની માહિતી મૃતકે પોલીસને આપી એટલે હત્યા થઈ હોવાનો આરોપ છે. બુટલેગરોએ અદાવતમાં હત્યા કર્યાનો આરોપ છે.