December 26, 2024

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હથિયારોના કારોબારનો પર્દાફાશ, 6 લોકોની ધરપકડ

અમદાવાદઃ આગામી સમયમાં નવરાત્રિ સહિતના તહેવારોની સિઝન નજીક છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારના મસમોટા કારોબારનો પર્દાફાશ કર્યો છે.

ઉત્તર પ્રદેશના 4 અને જુહાપુરાના 2 હથિયારના સોદાગરો ઝડપાયા છે. આ સાથે જ 9 પિસ્તોલ, શોટગન અને 35 જીવતા કારતૂસ પણ તેમની પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસથી સતત ચાલતા આપરેશનમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.

ક્રાઇમ બ્રાન્ચે શું શું જપ્ત કર્યું?
4 નંગ – વેપન
1 નંગ – 12 બોર
1 નંગ – પિસ્ટલ
2 નંગ – 315કટ્ટા છે
4 નંગ – કારતૂસ 315ના
2 નંગ – 12 બોરના કારતૂસ