અમદાવાદમાં આજથી કોંગ્રેસનું બે દિવસનું રાષ્ટ્રીય અધિવેશન, 2027નો રોડમેપ નક્કી થશે

અમદાવાદઃ આજથી અમદાવાદમાં કોંગ્રેસનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાવવાનું છે. જેમાં દેશભરમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાગ લેવાના છે. આ ઉપરાંત આગામી વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં સરકાર કેવી રીતે બનાવવી તે અંગે પણ મનોમંથન કરવામાં આવશે. આ અધિવેશનમાં ન્યાયપથ થીમ પર પાર્ટીની દશા અને દિશા પર મંથન કરવામાં આવશે.

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આજે અમદાવાદ આવવાના છે. દેશભરમાંથી 1800થી વધુ કોંગ્રેસના નેતાઓ અમદાવાદમાં ધામા નાંખશે. જે આગામી રણનીતિનો રોડમેપ નક્કી કરશે. તમામ રાજ્યના અધ્યક્ષો, CWC સભ્યો, આમંત્રિતો અને ડેલિગેટ આ અધિવેશનમાં હાજર રહેશે. ગુજરાત સહિત દેશની સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવશે.

સામાજિક, આર્થિક અને રાષ્ટ્રીય ઠરાવો આજે CWCમાં રજૂ કરવામાં આવશે. ગુજરાતમાં વર્ષ 2027માં સરકાર રચવા માટે એક્શન પ્લાન પર વિચારણા કરવામાં આવશે. ગુજરાતમાં 2027માં ભાજપને હરાવવા રાહુલ ગાંધીએ પડકાર ફેંક્યો છે.