રમકડાંની આડમાં કરતા હતા માદક પદાર્થોની હેરાફેરી, US, કેનેડા ,થાઈલેન્ડથી મંગાવેલો ગાંજો-ચરસ અને MD ડ્રગ્સ ઝડપાયું

Ahmedabad: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. US, કેનેડા, થાઇલેન્ડ જેવા દેશમાંથી ગેરકાયદેસર મગાવેલો ગાંજો, MD ડ્ગ્સ અને ચરસ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે 3.45 કરોડથી વધુ રૂપિયાનો માદક પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો છે. રમકડાં તેમજ અન્ય ખાદ્ય સામગ્રીની આડમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા હોવાનો ખુલાસો થયો છે.
મળતી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમને કસ્ટમ્સ વિભાગ દ્વારા ફોરેન પોસ્ટ ઓફીસમાં ધણા લાંબા સમયથી પડી રહેલ શંકાસ્પદ પાર્સલો સોંપતા સરકારી પંચો રૂબરૂ દરેક પાર્સલની ચકાસણી કરી સીઝર અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન રમકડા તેમજ અન્ય ખાદ્ય સામગ્રીની આડમાં યુ.એસ.એ., કેનેડા તેમજ થાઈલેન્ડ જેવા દેશોમાંથી ગેરકાયદેસર રીતે મંગાવવામાં આવેલ હાઇબ્રીડ ગાંજા, એમ.ડી. ડ્રગ્સ તથા ચરસનો જથ્થો મળી કુલ રૂપિયા 3,45,25,000 નો મુદામાલ કબ્જે કરી ડી.સી.બી. પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કબ્જે કરેલ મુદામાલ
હાઇબ્રીડ ગાંજો 10550 ગ્રામ કિ.રૂ. 3,12,50,000/-
ચરસ – ૭૯ ગ્રામ કિ.રૂ. 3,95,000/-
એમ.ડી. ડ્રગ્સ – 248 ગ્રામ કિ.રૂ. 24,80,000/-
કેનાબીલ ઓઇલ – 5 એમ.એલ.ની એક એવી કુલ-32 કાચની ટ્યુબ
આઇસોપ્રોપાઇલ નાઇટ્રેટ – 25 એમ.એલ. ની એક એવી બોટલ નંગ-6
આ પણ વાંચો: સોનાની દાણચોરી કેસમાં કર્ણાટકમાં રાજકારણ ગરમાયું, BJPએ સિદ્ધારમૈયા સાથે શેર કર્યો રાન્યા રાવનો ફોટો
સતત અપડેટ ચાલુ છે…