ચંડોળા તળાવ વિસ્તારમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન, ગની પથ્થરવાલાની ગેરકાયદેસર જગ્યા પર બુલડોઝર ફર્યું

અમદાવાદઃ ચંડોળા તળાવ વિસ્તારમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લલ્લા બિહારીની જેમ દબાણ કરનારા અન્ય શખ્સની જગ્યા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
ગની પથ્થરવાલા નામના વ્યક્તિની ગેરકાયદેસર દબાણવાળી જગ્યા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. તેણે ગેરકાયદેસર રીતે પે એન્ડ પાર્ક ઊભું કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગની પથ્થરવાલાનું નિધન થઈ ચૂક્યું છે. પરંતુ આ તમામ જગ્યાનો કારોભાર તેમનો પુત્ર હુસેન પથ્થરવાલા સંભાળે છે.