December 22, 2024

બોપલ વિદ્યાર્થી મર્ડર કેસના આરોપીને 10 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદઃ બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનારા આરોપીના 25 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે. બોપલ માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ મર્ડર કેસના આરોપીના પોલીસકર્મીના 25 નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

પોલીસે આરોપી પોલીસકર્મીને કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપી વિરેન્દ્રસિંહ પઢેરીયાના 25 નવેમ્બર સુધીની રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડમાં અનેક નવા ખુલાસાઓ મેળવવા પોલીસ તપાસ કરશે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, નાનકડી રકઝક બાદ આરોપીએ ઉશ્કેરાઈને બાઇકસવાર વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો હતો. પરિણામે વિદ્યાર્થી ત્યાં જ મોતને ભેટ્યો હતો. આ મામલે પોલીસે પંજાબથી આરોપી પોલીસકર્મીને ઝડપી પાડ્યો હતો.