December 23, 2024

અમદાવાદ: હત્યારાને પોલીસતંત્ર તરફથી ન મળવી જોઈએ મદદ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા આદેશ

Ahmedabad: અમદાવાદ બોપલ મર્ડર કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે બોપલ મર્ડર કેસ તપાસના અધિકારીઓએ રાજ્ય ગૃહમંત્રી સાથે બેઠક કરી છે. આ બેઠકમાં સમાજમાં દાખલો બેસાડી શકાય તે રીતે કાર્યવાહીના બેઠકમાં આદેશ આપવામાં આવ્યા છે. તેમજ પોલીસ ફોર્સની અંદર પણ ભવિષ્યમાં આ પ્રકારે ગુના ન થાય તેવો દાખલો બેસાડવા ટકોર કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદ બોપલ મર્ડર કેસમાં એક બાદ એક મોટા ખુલાસા થયા પછી રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. આ ઘટનાને પગલે રાજ્ય સરકાર દ્રારા બેઠકોનો દોર ચાલું છે. ત્યારે આજે વહેલી સવારે બોપલ મર્ડર કેસ તપાસના અધિકારીઓએ રાજ્ય ગૃહમંત્રી સાથે બેઠક કરી છે. આ બેઠકમાં સમાજમાં દાખલો બેસાડી શકાય તે રીતે કાર્યવાહીના બેઠકમાં આદેશ આપવામાં આવ્યા છે. તેમજ પોલીસ ફોર્સની અંદર પણ ભવિષ્યમાં આ પ્રકારે ગુના ન થાય તેવો દાખલો બેસાડવા ટકોર કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગર્ભવતી મહિલાને લઈ જતી એમ્બ્યુલન્સમાં આગ, માંડ-માંડ બચ્યો જીવ

વધુમાં જણાવ્યું છે કે, ગુનેગાર પોલીસ કર્મચારી છે તો તેને પોલીસ તંત્ર તરફથી કોઈપણ મદદ ન મળે તે પ્રકારની ઉચ્ચ પોલીસ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. બોપલ પોલીસ સ્ટેશનની આજે રાજ્ય પોલીસ વડા મુલાકાત લઈ શકે છે.