November 22, 2024

પિયુષ જૈનના હત્યા પહેલાના CCTV આવ્યા સામે, પોલીસકર્મીએ કરી હતી વિદ્યાર્થી હત્યા

Ahmedabad: અમદાવાદ બોપલના માઇકા વિદ્યાર્થીની હત્યા કેસ મામલે ખુલાસા પર ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બુલેટ અને હેરિયર સામ સામે આવ્યા હતા. જેમા બ્લેક કલરની ગાડી હેરીયર આ સીસીટીવીથી સ્પષ્ટ થઈ છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદ બોપલ મર્ડર કેસમાં હત્યારા પોલીસકર્મીની ધરપકડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. આ ઘટનાને પગલે રાજ્ય સરકાર દ્રારા બેઠકોનો દોર ચાલું છે. આ બેઠકમાં હર્ષ સંઘવીએ આદેશ આપ્યા છે. આ બેઠકમાં સમાજમાં દાખલો બેસાડી શકાય તે રીતે કાર્યવાહીના બેઠકમાં આદેશ આપવામાં આવ્યા છે. જે બાદ હવે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બુલેટ અને હેરિયર સામ સામે આવ્યા હતા. જેમા બ્લેક કલરની હેરીયર દેખાઈ રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ: હત્યારાને પોલીસતંત્ર તરફથી ન મળવી જોઈએ મદદ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા આદેશ

જોકે, સીસીટીવી પરથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હત્યારા સુધી પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સાઉથ બોપલ વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન મર્ડર કેસ મામલે આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં પોલીસકર્મી જ વિદ્યાર્થીનો હત્યારો નીકળ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પોલીસકર્મી વિરેન્દ્ર પઢેરિયાએ હત્યા કરી હતી.