અમદાવાદમાં બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને AMTSમાં ફ્રી મુસાફરી
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં આગામી 11મી માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની શરૂ થશે. ત્યારે ગુજરાતની અનેક શાળામાં પરીક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો, શહેરમાં અનેક શાળાઓમાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શહેરના વિદ્યાર્થીઓ માટે બસની સુવિધા AMTSની સુવિધા કરવામાં આવી છે. પરીક્ષાસ્થળે આરોગ્યનો સ્ટાફ રહે તે માટે સૂચના આપી દેવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં કુલ 1.01 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાની છે. અમદાવાદની 349 બિલ્ડિંગમાં વિધાર્થીઓ પરીક્ષા આપશે. 70 જેટલા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે. કુલ 12 ઝોનમાં પરીક્ષા લેવામાં આવશે. અમદાવાદ શહેરમાં ધોરણ 10ના 58,691 વિધાર્થીઓ પરીક્ષા આપશે. સામાન્ય પ્રવાહના 33,168 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે વિજ્ઞાન પ્રવાહના 9493 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
અમદાવાદમાં એકપણ બિલ્ડિંગ સંવેદનશીલ નથી. CCTV કેમેરા નજર હેઠળ પરીક્ષા યોજાશે. અમદાવાદમાં લાહિયાની મંજૂરી આપવામાં આવી રહી છે. આ વર્ષે લહિયાની સ્થળ ઉપર જ મંજૂરી આપવામાં આવશે. પોલીસના 144ના જાહેરનામા મુજબ શાળાના 100 મીટરના વિસ્તારમાં કોઈ પણ ઝેરોક્ષ મશીન ચાલુ ન રહે તે માટે સૂચના આપવામાં આવી છે.
શહેરની 6 જેટલી શાળામાં વિધાર્થીઓને ફી ન ભરવાના કારણે હોલ ટિકિટની સમસ્યા હતા. તે શાળાઓને હોલ ટિકિટ આપવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. સાબરમતી જેલમાં 27 જેટલા વિધાર્થી ધોરણ 10ની પરીક્ષા આપશે અને ધોરણ 12ના 28 વિધાર્થીઓ પરીક્ષા આપશે.