December 22, 2024

ભોળાદના પાટિયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત; 3 લોકોનાં મોત, 7 ઇજાગ્રસ્ત

Ahmedabad Bhavnagar Highway car truck accident 3 died 7 injured

ધંધુકાઃ વહેલી સવારે અમદાવાદ-ભાવનગર હાઈવે રક્તરંજિત બન્યો છે. કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ-ભાવનગર હાઇવે પર પીપળી વટામણ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભોળાદના પાટીયા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધંધુકાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ, આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ સલમાન ખાનના ઘર બહાર ધડાધડ ફાયરિંગ, પોલીસે કહ્યું – બિશ્નોઈ ગેંગ હોવાની શક્યતા

આ ઉપરાંત વધુ એક અકસ્માત પણ ભાવનગર-અમદાવાદ હાઇવે પર સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પણ બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આમ, 24 કલાકમાં જ બે ગમખ્વાર અકસ્માત થતા કુલ 6 લોકોએ જીવ ગુમાવ્યો છે.