December 24, 2024

Valentine Week: પાર્ટનર સાથે ફરો અમદાવાદની આ રોમેન્ટિક જગ્યાઓ…

વેલેન્ટાઈન વીક આવતી કાલથી શરૂ થઈ રહ્યું છે. કપલ્સ આખું વર્ષ આ અઠવાડિયાની રાહ જોતા હોય છે, કારણ કે આ દિવસોમાં દરેક વ્યક્તિ પોતાના પાર્ટનર સાથે ખાસ સમય વિતાવે છે. પ્રેમના આ અઠવાડિયામાં યુગલો દરરોજ અલગ-અલગ સ્થળોની મુલાકાત લેવાનો પ્લાન બનાવે છે. જો તમે પણ ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં વેલેન્ટાઈન વીક માટે કેટલીક રોમેન્ટિક સ્થળ શોધી રહ્યા છો તો આજે અમે તમારા માટે એવી જ કેટલીક જગ્યાઓ લઈને આવ્યા છીએ. આ જગ્યાઓ પર તમે ઓછા બજેટમાં પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો.અડાલજની વાવ
અમદાવાદથી ફક્ત 15-17 કિલોમીટર દુર અડાલજ ગામમાં ઐતિહાસીક ધરોહર એટલે અડાલજની વાવ આવેલી છે. અવર્ણનીય કોતરણી સાથે આ વાવ ફરવા માટે, ફોટોગ્રાફી માટે એક ઉમદા સ્થળ છે.આ સ્થળે તમે અડધો દિવસ પસાર કરી શકો છે. આ ઉપરાંત અમદાવાદમાં જ દાદાહરીની વાવ અસારવા વિસ્તારમાં આવેલી છે. કલા કોતરણીનું એક ઉમદા ઉદાહરણ છે.રિવર ફ્રન્ટ
અમદાવાદની સાબરમતી નદીના કાંઠે અંદાજે વીસ કિલોમીટરની લંબાઈ જેટલો નદીના કાંઠો બન્ને તરફ રિવર ફ્રન્ટ બનેલું છે. આ સ્થળ સમગ્ર અમદાવાદ નહીં, પરંતુ દેશ વિદેશમાં રમણીય સ્થાન તરીકે ઓળખ પામ્યું છે. જ્યાં અલગ અલગ બગીચાઓ, વોટર સ્પોર્ટ્સ અને ફ્લાવર પાર્ક ફરવા માટે મજાના સ્થાન છે. આજ રિવર ફ્રન્ટ પર અટલ બ્રિજ પણ જોવા લાયક છે.લો ગાર્ડન અને પરિમલ ગાર્ડન
અમદાવાદ શહેરની મધ્યમાં બે મહત્વના ઉદ્યાન છે. લો ગાર્ડન અને પરિમલ ગાર્ડન. વહેલી સવારે યોગ, વોકિંગ અને કસરત માટે લોકો નિયમિત ત્યાં જતા હોય છે. એ ઉપરાંત સાંજે પરિવાર સાથે પણ લોકો નિયમિત અહીં આવતા હોય છે. ઘટાદાર વૃક્ષો અને શાંતિનો અનુભવ થાય એવા સુંદર સ્થાન છે. પરિમલ ગાર્ડન તેની સુંદર વ્યવસ્થા માટે ઘણું જાણીતું છે.થોળ તળાવ
અમદાવાદથી ફક્ત 20-22 કિલોમીટર દુર ગાયકવાડ સ્ટેટ દ્વારા નિર્મિત થોળ તળાવ એટલે પક્ષીઓનું અભયારણ આવેલું છે. અહીં વહેલી સવારે કે સાંજે તમને દેશ-વિદેશના પક્ષીઓ જોવા મળશે. આ સ્થળે જવાનો શ્રેષ્ઠ સમય શિયાળો છે. જો તમે પણ તમારા પાર્ટનર સાથે એંકાત વાળી જગ્યા શોધી રહ્યા હો તો થોર અભ્યારણ સારી પસંદ સાબિત થશે.