અમદાવાદના જાગૃત નાગરિકોએ હથિયારોવાળી પોસ્ટના 22 એકાઉન્ટ્સની માહિતી આપી, ક્રાઈમ બ્રાન્ચે માન્યો આભાર

અમદાવાદ: સોશિયલ મીડિયા પર તીક્ષ્ણ હથિયાર વડે રોફ જમાવનાર સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તીક્ષ્ણ હથિયાર વડે ફોટો વીડિયો પોસ્ટ કરનાર 11 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝુંબેશ શરૂ કરી હતી કે છરી, તલવાર, બંદૂક સહિતના તીક્ષ્ણ હથિયાર સાથેના ફોટો પોસ્ટ કરનાર સામે કાર્યવાહી કરાશે. જાગૃત નાગરિક તરીકે ક્રાઈમ બ્રાન્ચનું સંપર્ક કરવા અપીલ કરી હતી અને ક્રાઈમ બ્રાન્ચે વોટ્સએપ નંબર જાહેર કર્યો હતો. તેમજ વોટ્સએપ નંબર 6359625365 પર વ્યક્તિના ફોટો, નામ અને સ્થાન જાણ કરી શકો છો.
વોટ્સએપ નંબરનાં આધારે 22 લોકોની તીક્ષ્ણ હથિયારવાળી પોસ્ટ મૂકી હોવાની લોકોએ ફરિયાદ કરી હતી. 22 પૈકી 11 લોકોમાં કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અપીલ બાદ જાગૃત નાગરિકોએ 22 એકાઉન્ટ્સની માહિતી આપી હતી. જેને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોશિયલ મીડિયા પર છરી, ખંજર, તલવાર, બંદૂક જેવા હથિયાર સાથે પોસ્ટ કરતા એકાઉન્ટ્સની માહિતી આપવા બદલ જાગૃત નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો છે.