December 29, 2024

અમદાવાદમાં AMTSની નવી ફિડર બસની શરૂઆત, સિંધુ ભવન મલ્ટિલેવલ પાર્કિગથી માનસી ટાવર જશે

અમદાવાદઃ શહેરમાં AMTSમાં નવી ફિડર બસોની શરૂઆત કરવામાં આવી છે. સિંધુ ભવન મલ્ટિલેવલ પાર્કિંગથી ફિડર બસની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફિડર બસનો શુભારંભ કરવામાં આવ્યો છે.

હાલમાં બે ફિડર બસથી શરૂઆત થશે. સિંધુ ભવન પાર્કિંગથી થલતેજ મેટ્રો સ્ટેશન થઈને પકવાન સર્કલથી માનસી ટાવર સુધીનો રૂટ રહેશે. આખા રૂટનો ટિકિટનો ભાવ 5 રૂપિયા રહેશે. દર 15 મિનિટે બસ મળી જશે. કુલ 2 કિલોમીટર સુધીનો વિસ્તાર આ બસ કવર કરશે. મલ્ટિલેવલ પાર્કિંગની ટિકિટ બતાવનારને મફતમાં સવારી કરવા મળશે.

બસમાં એસીની અને સીસીટીવીની પણ સુવિધા કરવામાં આવી છે. બસ શરૂ થવાને કારણે સામાન્ય લોકો મલ્ટિલેવલ પાર્કિંગમાં પાર્ક કરીને પોતપોતાના સ્થળ પર સમયસર પહોંચી શકે છે.