જાન્યુઆરી મહિનામાં HMPVના પાંચ કેસ આવ્યા સામે, હાલમાં 86 અર્બન હેલ્થ સેન્ટર છે કાર્યરત
AMC: અમદાવાદ AMC દ્વારા આરોગ્યને લઈને આંકડા સામે આવ્યા છે. છેલ્લા મહિને અમદાવાદમાં HMPVના પાંચ કેસ સામે આવ્યા છે. બે દર્દી બહારના શહેરના અને ત્રણ અમદાવાદના હતા. હાલમાં AMCના કુલ 86 અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સેવા આપવામાં આવી રહી છે. અર્બન હેલ્થ સેન્ટર દ્વારા અંદાજિત 5000 જેટલી ઓપીડી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: વીરપુરમાં ગેસ્ટ હાઉસમાં એક વ્યક્તિએ કર્યો આપઘાત, મૃતક મૂળ બગસરાનો રહેવાસી
પાણીના સેમ્પલ લેવાની કામગીરી
જાન્યુઆરીમાં સાદા મલેરિયાના 6 ડેન્ગ્યુના 14 કેસ અને જાડા ઉલ્ટીના 151 અને ટાઈફોઈડના 128 કેસ સામે આવ્યા છે. પ્રદૂષણ વધારે હોય ત્યાં ક્લોરિન ટેસ્ટ અને પાણીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ છે.