બેંક ખાતા ભાડે રાખી સાયબર ફ્રોડ કરનાર સામે કાર્યવાહી, LCBએ ફ્રોડ કરતી ગેંગના સાગરીતોને ઝડપ્યાં

Ahmedabad: અમદાવાદમાં બેંક ખાતા ભાડે રાખી સાયબર ફ્રોડ કરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝોન 7 એલસીબીએ ફ્રોડ કરતી ગેંગના સાગરીતોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ બોગસ પેઢીઓના નામે બેંક ખાતે ભાડે રાખતા હતા અને બેંક ખાતા ભાડે મેળવી સાયબર ફ્રોડના નાણાં મેળવતા હતા. મોટા પ્રમાણમાં પાસબુક, ચેકબુક, બેંક કીટ, પ્રિ એક્ટિવ સીમકાર્ડ મળી આવ્યા છે.
વધુમાં મળતી માહિતી અનુસાર શહેરની VS હોસ્પિટલલ પાસેથી ચિરાગ કડિયા નામના શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સ પાસેથી અનેક લોકોના ડોક્યુમેન્ટ,ડેબિટ કાર્ડ, જથ્થાબંધ ચેકબૂક અને જથ્થાબંધ પ્રિ એક્ટિવ સીમકાર્ડ તથા સ્ટેમ્પ મળી આવ્યા છે. 36 ખાતા સામે દેશભરમાં ફરિયાદ નોંધાવેલ છે. આ સિવાય કુલ 61 ખાતા મળ્યા જેમાં સાત મહિનામાં 50 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા. આ સિવાય ડોક્યુમેટ્સ મળી આવતા આરોપી સાયબર ફ્રોડને લગતી શંકાસ્પદ કામગીરી કરતો હોવાની પોલીસની શંકા ગઈ હતી.
જોકે, અલગ અલગ કંપનીના નામના બોગસ એકાઉન્ટ ખાતા ખોલાવતી વખતે મોબાઇલ નંબર આપવાનો હોવાથી તે મુકેશ દૈયા પાસેથી પ્રિ એક્ટિવ સીમકાર્ડ લેતો હતો. સ્નેહલ સોલંકીના કહેવાથી આરોપી બેંક એકાઉન્ટ ખોલાવતો હતો. આરોપી ચિરાગ જેના નામે ખાતુ ખોલાવવાનું હોય તેના નામે ઓફિસ ભાડેથી લઇને સાડી તથા અનાજનો વેપાર કરતા હોવાની ખોટી ઓળખ આપતો હતો.
આ પણ વાંચો: SRH vs LSG વચ્ચે આજે મહામુકાબલો, જાણો આ મેચ કોણ જીતશે