December 17, 2024

રથયાત્રામાં અખાડા બન્યાં આકર્ષણનું કેન્દ્ર, પટ્ટાબાજી-તલવારબાજી સહિત મલખમનાં કરતબ

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ યાત્રામાં જોડાયા છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ અખાડાઓ અંગ કસરત કરી અવનવાં કરતબો દેખાડી રહ્યા છે.

ભગવાન જગન્નાથની રથયાત્રામાં અખાડાઓ આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે. તેમાં પટ્ટાબાજી, તલવારબાજી સહિત અનેક પ્રકારના અવનવા કરતબો રજૂ કરવામાં આવતા હોય છે. તો બીજી તરફ, મંત્રમુગ્ધ કરી દે તેવા ખતરનાક કરતબો પણ બતાવવામાં આવતા હોય છે.

દરવર્ષે અલગ અલગ પ્રકારના અખાડાઓ રથયાત્રામાં જોડાતા હોય છે. જેમાં મલખમ પણ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. બોડી બિલ્ડર્સ અનેક પ્રકારના કરતબ કરીને લોકોને આશ્ચર્ય પમાડે છે.