અમદાવાદમાં શ્રીકાર મેઘમહેર, શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ
અમદાવાદ: આજે વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સાચી પડી રહી છે. અમદાવાદમાં આજે બપોરે 12 વાગ્યા બાદથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદના એસજી હાઇવે, થલતેજ, શીલજ, વસ્ત્રાપુર, ગોટા, સોલા, સરખેજ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે તો સાથે સાથે ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મહેર કરતાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે.