December 27, 2024

અમદાવાદમાં વધતી ગુનાખોરી અટકાવવા ટાસ્ક ફોર્સ બનાવાશેઃ ઇન્ચાર્જ પોલીસ કમિશનર

અમદાવાદઃ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનરે માહિતી આપી હતી કે, શહેરમાં વધતા ગુનાઓને કાબુમાં લેવા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. વધતી ગુનાખોરી અટકાવવા ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવશે.

તેઓ વધુમાં જણાવે છે કે, દરેક પોલીસકર્મીને સુરક્ષા એપનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત અનેક એપ્લિકેશન બનાવવામાં આવી છે. શી ટીમને પણ સિનિયર સિટિઝનના રેગ્યુલર સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે. સિનિયર સિટિઝનને પણ સુરક્ષા એપનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવશે.

તેઓ કહે છે કે, સુરક્ષા એપમાં દરેક ગુનેગારોનો AIથી ડેટા રાખવામાં આવ્યો છે. કોઈ ઘટનાને ઉકેલવી પોલીસને સરળતા થઈ શકે છે. ટાસ્ક ફોર્સમાં 13 અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. દર 15 દિવસે ટાસ્ક ફોર્સ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે.