અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, ગેરકાયદેસર ઘૂસેલા 50 બાંગ્લાદેશીઓને ઝડપ્યાં

અમદાવાદઃ ભૂપેન્દ્ર દાદાની સરકારે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ત્યારે અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ પર ક્રાઇમ બ્રાન્ચે તવાઈ બોલાવી છે.
બોગસ દસ્તાવેજના આધારે ચંડોળા તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા 50 જેટલા બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલ 200થી વધુ બાંગ્લાદેશીઓના દસ્તાવેજની વેરિફિકેશન પ્રકિયા ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, પકડાયેલા તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરીને માદરે વતન પરત મોકલી દેવામાં આવશે. ગુજરાતભરમાં ગેરકાયદેસર ઘૂસેલા બાંગ્લાદેશીઓની ખેર નહીં.