January 8, 2025

બોપલ વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા, હથિયાર કબ્જે કર્યું

અમદાવાદઃ બોપલના MICAના આશાસ્પદ વિદ્યાર્થીની હત્યા મામલે બોપલ પોલીસને મહત્ત્વના પુરાવા હાથ લાગ્યા છે. હત્યામાં વપરાયેલું હથિયાર પોલીસે કબ્જે કર્યું છે. હત્યા કર્યા બાદ આરોપીએ અમદાવાદમાં જ હથિયાર છુપાવ્યું હતું. હથિયાર વડે આરોપી પોલીસકર્મી વિરેન્દ્રસિંહે વિદ્યાર્થીની હત્યા કરી હતી. ત્યારે હથિયાર મળ્યા બાદ હવે પોલીસને કેસ પુરવાર કરવામાં સફળતા મળશે.

25 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર
બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનારા આરોપીના 25 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે. બોપલ માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ મર્ડર કેસના આરોપીના પોલીસકર્મીના 25 નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે આરોપી પોલીસકર્મીને કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપી વિરેન્દ્રસિંહ પઢેરીયાના 25 નવેમ્બર સુધીની રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડમાં અનેક નવા ખુલાસાઓ મેળવવા પોલીસ તપાસ કરશે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે.

શું હતો સમગ્ર મામલો?
નાનકડી રકઝક બાદ આરોપીએ ઉશ્કેરાઈને બાઇકસવાર વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો હતો. પરિણામે વિદ્યાર્થી ત્યાં જ મોતને ભેટ્યો હતો. આ મામલે પોલીસે પંજાબથી આરોપી પોલીસકર્મીને ઝડપી પાડ્યો હતો.