કૃષિ મંત્રી રાઘવજી પટેલ જૂનાગઢની મુલાકાતે, ‘ટેકાના ભાવે મગફળીની ખરીદીની તમામ વ્યવસ્થા કરાઈ’

સાગર ઠાકર, જૂનાગઢ: રાજ્યના કૃષિ મંત્રી અને જીલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા છે. શહેર ભાજપ કાર્યાલય ગિરનાર કમલમ ખાતે તેમને ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી.
બેઠક બાદ ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેની ખરીદી ન થઈ જાય ત્યાં સુધી ખરીદી ચાલુ રહેશે. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી.