January 9, 2025

અગ્નિબાન શ્રીહરિકોટાથી થશે લોન્ચ, વિશ્વનું પ્રથમ સિંગલ પીસ 3D પ્રિન્ટેડ એન્જિન

ચેન્નાઈ: અગ્નિબાન આજે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. ચેન્નાઈના સ્પેસ સ્ટાર્ટઅપે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આજે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. શુક્રવારે મોડી સાંજે તે વિશે માહિતી આપવામાં આવી હતી.

અધિકારીઓની હાજરીમાં થશે લોન્ચ
ગઈ કાલે મોડી સાંજે સ્ટાર્ટ-અપના મિશનની પુષ્ટિ થઈ હતી. નોંધનીય છે કે, 21 માર્ચે મિશન પહેલા અગ્નિકુલ કોસમોસે જાહેરાત કરી હતી કે લોન્ચિંગ હમણા નહીં કરવામાં આવે. નવી તારીખની જાહેરાત થોડા સમયમાં કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અગ્નિબાન ભારતનું પ્રથમ અર્ધ-ક્રાયોજેનિક એન્જિન સંચાલિત રોકેટ પ્રક્ષેપણ છે અને વિશ્વનું પ્રથમ સિંગલ પીસ 3D પ્રિન્ટેડ એન્જિન છે, જે સ્વદેશી રીતે ડિઝાઇન અને ઉત્પાદિત છે. આ સમયે ઈસરોના ચેરમેન એસ. સોમનાથ, ઈન્-સ્પેસ ચેરમેન ડૉ. પવન કુમાર ગોએન્કા અને સ્પેસ સ્ટાર્ટઅપના અધિકારીઓની હાજરીમાં રોકેટ લોન્ચ થશે.

આ પણ વાંચો: વોટ્સએપમાં આવી ગયું નવું પ્રાઇવસી ફીચર!

સ્વદેશી ડિઝાઇન સાથૈ તૈયાર થયું એન્જિન
અગ્નિકુલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) ખાતે અગ્નિકુલના લોન્ચ પેડ પરથી આવતીકાલે સવારે 6.30 વાગ્યે પ્રક્ષેપણ થશે. ISROના સ્પેસપોર્ટ પર સ્થિત ખાનગી લોન્ચ પેડ પરથી આ ભારતનું પ્રથમ પ્રક્ષેપણ થવાનું છે. વિશ્વનું પ્રથમ સિંગલ પીસ 3D પ્રિન્ટેડ એન્જિન હશે, જે સ્વદેશી રીતે ડિઝાઇન અને ઉત્પાદિત થયું છે. અગ્નિબાન 100થી 300 કિગ્રાથી લઈને આશરે 700 કિમી ઉંચી ભ્રમણકક્ષામાં પેલોડ વહન કરવા માટે સક્ષમ એક અત્યંત ઓપ્ટિમાઇઝ, 2-સ્ટેજ લોન્ચ વ્હીકલ છે. અગ્નિકુલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભવિષ્યની યોજના ઓર્બિટલ ફ્લાઇટ માટે તૈયાર છીએ.

સુવિધા આપવા માટે રચના
આ પ્રક્ષેપણનું વિશેષ મહત્વ એ છે કે તે ભારતની પ્રથમ લિક્વિડ ઓક્સિજન-કેરોસીન રોકેટ ફ્લાઇટ હશે. તે સબ-ઓર્બિટલ પ્રક્ષેપણ હશે. મિશન પછી, આગળનું પગલું તમામ સબસિસ્ટમ કામગીરીનું પોસ્ટ-ફ્લાઇટ વિશ્લેષણ હાથ ધરવાનું હશે. અગ્નિકુલના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભવિષ્યની યોજના ઓર્બિટલ ફ્લાઇટ માટે તૈયાર થવાની છે. અવકાશ ક્ષેત્રમાં સુધારાને પગલે ખાનગી ક્ષેત્રોની સહભાગિતાને સક્ષમ અને સુવિધા આપવા માટે તેની રચના કરવામાં આવી છે.