January 22, 2025

બાંગ્લાદેશમાં પાંચમી વખત ‘હસીના’ PM, ભારતનો ભૂતકાળ વાગોળ્યો

બાંગ્લાદેશ: “એક બાર ફિર સે શેખ હસીના સરકાર”…શેખ હસીના 5 વખત વડાપ્રધાન બન્યા છે. ત્યારે વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે તારીખ 08-01-2024 ચૂંટણી જીત્યા બાદ મીડિયાને સંબોધન કર્યું હતું. હસીનાએ સતત 5 વખત સામાન્ય ચૂંટણી જીતી છે. વડાપ્રધાન શેખ હસીનાનીપાર્ટીએ 300 બેઠકોની સંસદમાં 223 બેઠકો મેળવી છે. 300 બેઠકોમાંથી એક ઉમેદવારનું મોત થયું હતુ. જેના કારણે 299 બેઠકો પર ચૂંટણી યોજાણી હતી. બાકી વધેલી બેઠકો પર પછી ચૂંટણી યોજાશે.

લોકોનો જીતમાં ફાળો
શેખ હસીનાએ મીડિયાને સંબોધિત કર્યા હતા. જેમાં તેણે કહ્યું કે જે લોકો આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા છે અથવા તો આતંકવાદીઓ સાથે કામ કરી રહ્યા છે તેઓ હમેંશા ચૂંટણી કરવાથી ડરે છે. વધુમાં જણાવ્યું કે મારા પિતાની હત્યા પછી પણ મેં દેશમાં લોકશાહી સ્થાપિત કરવાના હેતુથી જ બાંગ્લાદેશ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. ઘણી વખત મારી પણ હત્યા કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ તેનાથી હુ કયારે પણ ડરી નથી કે રોકાણી નથી. વધુમાં ભારતના વખાણ કરતા હસીનાએ જણાવ્યું કે ભારતે 1971 અને 1975માં અમારો સાથ આપ્યો હતો, હું ઈચ્છું છું કે અમારા સંબંધો ભવિષ્યમાં પણ આ જ રીતે ચાલુ રહે.

5મી વખત વડાપ્રધાન
હસીના શેખ 5 વખત સામાન્ય ચૂંટણી જીત્યા છે. કોઈ પણ જીત તો પાંચમી વખત મળે છે તો તે ખુબ મહત્વની વાત કહી શકાય. શેખ હસીનાએ કહ્યું, ‘હું મારા લોકો માટે કામ કરવાનો પ્રયાસ કરી રહી છું. માતૃપ્રેમથી હું મારા લોકોની સંભાળ રાખી રહી છું. આપણા લોકોએ મને 5 વખત આ તક આપી છે. હું માત્ર એક સામાન્ય વ્યક્તિ છું, લોકોના કારણે હું આ જગ્યા પર છું. હું હંમેશા મારા લોકો પ્રત્યે મારી જવાબદારી અનુભવું છું.

આ પણ વાચો: ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે હજ યાત્રીઓને લઈને થયા આ કરાર