July 8, 2024

આ સમાચાર પછી ઘટ્યા HDFC બેંકના શેર, શું આ ખરીદવા માટેની સારી તક છે?

HDFC Bank Share Price: ભારતની સૌથી મોટી પ્રાઈવેટ બેંક એચડીએફસી બેંકના શેર સતત બીજા દિવસે દબાણમાં છે. આ ઘટાડા પાછળ બેંકનો પ્રથમ ક્વોર્ટરનો બિઝનેસ રિપોર્ટ છે. જેમાં એડવાન્, અને ડિપોઝિટ બંને ગ્રોથમાં ક્રિમિક ઘટાડો દેખાયો છે. શુક્રવારે સવારે 10 વાગ્યાની આસપાસ લગભગ એચડીએફસી બેંકના શેર 4 ટકાના ઘટાડા સાથે 1657 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.

લાઈવ મિંટની ખબર પ્રમાણે આ અઠવાડિયે એમએસસીઆઈ ઈન્ડેક્સમાં સંભવિત વેટેઝ વધવાની સાથે એચડીએફસી બેંકના શેરની કિંમત એનએસસી પર રૂ. 1794 પ્રતિ શેરના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો, પરંતુ ગત બે દિવસના ઘટાડાએ સારા એવા વધારાને છીનવી લીધો. ગત 5 દિવસમાં આ સ્ટોક લગભગ 2 ટકા તૂટ્યો છે. પરંતુ ગત એક મહિનામાં લગભગ પોણા સાત ટકાનો વધારો મેળવવવામાં પણ સફળ રહ્યો છે.

એચડીએફસી બેંકના શેર ખરીદવા કે વેચવા
લાઈવ મિંટ પર આપવામાં આવેલા સ્ટોક એનાલિસિસ પ્રમાણે 41 ટકા એનાલિસિસમાંથી 37એ તેમાં ખરીદવાની સલાહ આપી છે. જેમાંથી 20 એ તો સ્ટ્રોંગ બાય રેટીંગ આપ્યું છે. જ્યારે 17 Buyની. ચારે હોલ્ડ કરવાની સલાહ આપી છે. કોઈએ પણ આ સ્ટોકમાંથી નિકળવાની સલાહ આપી નથી.

એચડીએફસી બેંકના લેટેસ્ટ શેર હોલ્ડિંગ પેટર્નથી જાણવા મળ્યું છે કે, બેંકમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો (એફઆઇઆઇ)નું સ્વામિત્વ 55%થી નીચે ઘટી ગયું છે. જેમાં એમએસસીઆઇ ઈન્ડેક્સમાં એચડીએફસી બેંકના શેર વેટેજમાં વૃદ્ધિ થવાની આશા છે.

બેંકના બિઝનેસ અપડેટમાં શું છે
એચડીએફસી બેંકના એડવાન્સમાં ક્વોર્ટર-દર-ક્વોર્ટર આધાર પર 0.8% નો ઘટાડો થયો અને આ જૂન 2024ના અંત સુધીમાં રૂ. 24.87 લાખ કરોડ થઈ ગયો છે. જે માર્ચ 2024મના અંત સુધીમાં રૂ. 25.1 લાખ કરોડ હતો. લોન બુકમાં ક્રમિક ઘટાડો મુખ્યરૂપે પૂર્વવર્તી એચડીએફસી લિમિટેડ સહિત ઓચા યીલ્ડવાળી કોર્પોરેટ બુકના નિરંતર ઘટાડાના કારણે થયું. જોકે બેંકનું એડવાન્સ વર્ષ વર્ષ-દર-વર્ષ (YoY) આધારે રૂ. 16.30 લાખ કરોડથી 52.6% વધ્યું છે.