February 23, 2025

નસબંધી કાંડ બાદ DDOની લાલઆંખ, તમામ ગેરહાજર લોકોને ફટકારી નોટિસ

મહેસાણા: મહેસાણામાં નસબંધી કાંડ મામલે તપાસ તેજ કરવામાં આવી છે. નસબંધી કરાવી દીધી હોય તેવા 28 વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે. ત્યારે હવે નસબંધી કાંડ બાદ DDO દ્વારા કડી તાલુકામાં તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન તબીબો ગેરહાજર જોવા મળ્યા છે. નંદાસણ અને કુંડાળ હોસ્પિટલમાં તબીબો ગેરહાજર જોવા મળ્યા હતા.

મળતી માહિતી અનુસાર નસબંધી મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જોકે, DDO ની તપાસ દરમિયાન સ્ટાફ પણ ગેરહાજર જોવા મળ્યો હતો. જ્યારે નંદાસણ CHCમાં અધિક્ષક, ટેકનિશિયન ગેરહાજર હતા. આ સિવાય સુપ્રિન્ટેન્ડેન્ટ અને ફિઝિયોથેરાપિસ્ટ જ ના દેખાયા. કુંડાળ હોસ્પિટલમાં પણ ગાયનેકોલોજિસ્ટ હાજર ન હતા. વધુમાં એનેસ્થેટીસ્ટ અને સિક્યુરિટી સ્ટાફ હાજર ન મળ્યો. આ અંગે હવે તમામને નોટિસ ફટકારી ખુલાસો પૂછવા DDOએ આદેશ આપ્યો છે. મહેસાણા જિલ્લામાં આરોગ્યતંત્રમાં લાલિયાવાડી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, પોલીસ સબ ઇન્સ્પેકટર ફરિયાદી બન્યા