હેન્ડશેક વિવાદ પછી RCB ક્રિકેટર Dhoniને મળવા ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો
IPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે છેલ્લી મેચનું આયોજન થયું હતું. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને 27 રને હરાવીને પ્લેઓફમાં એન્ટ્રી લીધી હતી. આ મેચ બાદ હેન્ડશેકનો વિવાદ ચર્ચામાં આવ્યો છે.
ધોની આઉટ થઈ ગયો
IPL 2024ની શરૂઆત 22 માર્ચે થઈ હતી. સતત 2 મહિનાથી મેચ રમાય રહી છે. વરસાદ હોય તે દિવસે જ મેચને કેન્સલ કરવામાં આવી છે. RCB અને CSK વચ્ચે છેલ્લી મેચ હતી તેમાં ચેન્નાઈની ટીમની હાર થઈ હતી. આરસીબીએ 27 રનથી મેચ જીતીને પ્લેઓફમાં પહોંચી ગઈ છે. CSKને છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ પહેલા બોલમાં સિક્સર ફટકારી હતી, પરંતુ બીજા જ બોલ પર ધોની આઉટ થઈ ગયો હતો. આ સમયે ચોક્કસ એવું લાગ્યું હતું કે હવે RCB જીતી જશે.
આ પણ વાંચો: IPL ફાઈનલ પહેલા આ ત્રણ દિવસ એક પણ મેચ નહીં રમાય
View this post on Instagram
હાથ મિલાવવા રાહ
આરસીબીએ 27 રને આ મેચમાં જીત મેળવી હતી. આ સમયે તમામ ખેલાડીઓએ જશ્ન મનાવી રહ્યા હતા. આ સમયે RCB ક્રિકેટરો સાથે હાથ મિલાવવા માટે થોડો સમય મેદાન પર ઊભો રહ્યો હતો. પરંતુ થોડી વારમાં તે મેદાનમાંથી ચાલ્યો ગયો હતો. ધોની સાથે સીએસકેના ખેલાડીઓને પણ આરસીબીના ખેલાડીઓ સાથે હાથ મિલાવવા માટે થોડો સમય રાહ જોવી પડી હતી. RCBના એક ક્રિકેટરે ધોની સાથેનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં RCB ક્રિકેટર મયંક ડાગરે ધોની પાસેથી બેટ પર ઓટોગ્રાફ લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મયંક ડાગર CSK ડ્રેસિંગ રૂમમાં ગયો અને બેટ પર ધોની પાસેથી ઓટોગ્રાફ લીધો હતો.