January 8, 2025

ગણેશ પૂજામાં પથ્થરમારા બાદ ગુજરાતમાં યોગી-યોગી, કહ્યું- UPની જેમ ચલાવો બુલડોઝર

Surat: સુરતના સૈયદપુરામાં ગણેશ પૂજા પંડાલમાં પથ્થરમારો થતાં ભારે હોબાળો થયો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા હિન્દુ સમુદાયના હજારો લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આ દરમિયાન ત્યાં ‘યોગી-યોગી’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો યુપીની જેમ સરકાર પાસેથી બુલડોઝર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. સુરત પોલીસે રાતોરાત હાથ ધરેલા ઓપરેશનમાં 27 આરોપીઓની ધરપકડ કરી છે.

મુસ્લિમ બહુલ સૈયદપુરાના વરિયાવી લાલ ગેટ વિસ્તારમાં ગણેશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ ગુજરાતના અહેવાલ મુજબ, રવિવારે મુસ્લિમ સમુદાયના કેટલાક છોકરાઓ ઓટોમાં પથ્થર લઈને અહીં પહોંચ્યા અને પંડાલ પર પથ્થરમારો શરૂ કર્યો. સ્થાનિક લોકોએ તેમાંથી બેને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. ગણેશ પંડાલ પર પથ્થરમારાના સમાચાર બાદ વિસ્તારમાં કોમી તણાવ ઉભો થયો હતો.

આ વચ્ચે કાજલ હિન્દુસ્તાનીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે હવે સીએમ આવા લોકો સામે કાર્યવાહી કરવી જોઇએ. તેમજ હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો છે. કાજલ હિન્દુસ્તાનીએ આક્ષેપ કર્યા છે કે પથ્થરમારા માટે કોણ રૂપિયા આપે છે. આવા લોકોનું ષડયંત્ર ચાલી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું છે કે યુપી જેવી કાર્યવાહી ગુજરાતમાં થવી જોઇએ. જ્યારે સીએમ યોગી કાર્યવાહી કરી શકે છે. તો ભૂપેન્દ્ર પટેલ કેમ નહીં?

સૈયદપુરા પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. રસ્તા પર બેસીને લોકો ‘જય શ્રી રામ’ના નારા લગાવવા લાગ્યા. આ દરમિયાન કેટલાક વાહનોને પણ નુકસાન થયું હતું. પોલીસે હળવો બળપ્રયોગ કરીને ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કમિશનર, શહેરના મેયર અને સ્થાનિક ધારાસભ્ય ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન લોકો ‘યોગી-યોગી’ ના નારા લગાવતા રહ્યા.

આ પણ વાંચો: ટ્રેન અકસ્માતનું ષડયંત્ર? કાનપુરમાં મોટી સિલિન્ડરથી અથડાઈ ટ્રેન, મોટી દુર્ઘટના ટળી

સોશિયલ મીડિયા પર પણ માંગ
સોશિયલ મીડિયા પર પણ મોટી સંખ્યામાં લોકો સુરતની ઘટનામાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસને ટેગ કરીને લોકો યુપીના સીએમ યોગી આદિત્યનાથનું ઉદાહરણ આપીને બુલડોઝરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. સુરતના એક યુઝરે ગુજરાત પોલીસને ટેગ કરીને લખ્યું કે, ‘સુરતમાં ગણેશજીના ઉત્સવ પર પથ્થરમારો કરનારાઓના ઘરો પર બુલડોઝર ચલાવો, નહીંતર અહીં ગુજરાતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ થશે,.ભૂપેન્દ્ર પટેલે પણ યોગી જેવું વર્તન કરવું જોઈએ કડક બનો. અન્ય એક યુઝરે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોસ્ટનો જવાબ આપતા લખ્યું કે, ‘ગુજરાતમાં જેહાદી તત્વ માથું ઊંચકી રહ્યું છે, તેને રોકવું પડશે, યોગી સ્ટાઈલમાં.’