January 22, 2025

PM મોદીની મુલાકાત બાદ Google પર લક્ષદ્વીપ સૌથી વધુ સર્ચ થયું, છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો !

PM - NEWSCAPITAL

NARENDRA MODI

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ લક્ષદ્વીપ ઈન્ટરનેટ પર લોકપ્રિય થઈ ગયું છે. લોકો તેના વિશે વધુને વધુ શોધ કરી રહ્યા છે. તમે લોકોના રસનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે 4 જાન્યુઆરી પછી છેલ્લા 20 વર્ષોમાં લક્ષદ્વીપ સર્ચ કરનારા લોકોની સંખ્યા રેકોર્ડ સ્તરે છે.

પીએમ મોદીએ માલદીવની શાનદાર તસવીરો શેર કરી હતી 

ગત 4 જાન્યુઆરીએ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લક્ષદ્વીપથી તેમની કેટલીક તસવીરો શેર કરી હતી. તેમાં બીચ, વાદળી આકાશ અને સમુદ્રની નીચેની તસવીરો અને વીડિયો પણ સામેલ હતા. વડાપ્રધાન સ્નોર્કલિંગ કરતા પણ જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, સાહસના શોખીન લોકોએ ચોક્કસપણે લક્ષદ્વીપની મુલાકાત લેવી જોઈએ.

આ પણ વાંચો : PM મોદી પર અપમાનજનક નિવેદન બાદ ભારત એક્શનમાં, માલદીવના હાઈ કમિશનરને વિદેશ મંત્રાલયે બોલાવ્યા

માલદીવના મંત્રીઓની ટિપ્પણીથી લોકો નારાજ

માલદીવના મંત્રીઓએ પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી અને તેમની મજાક ઉડાવી હતી, જેના કારણે લોકો ખૂબ નારાજ થયા છે. તેઓ માલદીવનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. જેના પરિણામે #BycottMaldives, #LakshadweepTourism #Lakshadweep #MaldivesOut ઇન્સ્ટાગ્રામ અને X પર ટ્રેન્ડમાં છે.

આ પણ વાંચો : સરકાર બન્યાના 10 દિવસ બાદ ભાજપને ઝટકો, ભજનલાલ સરકારના આ મંત્રીની થઈ હાર

પીએમ મોદીના સમર્થનમાં બોલિવૂડ સ્ટાર્સ અને ક્રિકેટર્સ

બોલિવૂડ સ્ટાર્સ હોય કે ક્રિકેટર્સ, દરેક વ્યક્તિ પોતાના દેશના બીચ અને અન્ય પર્યટન સ્થળોના પ્રચારના સમર્થનમાં આવ્યા હતા. તેમણે લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનના આહ્વાનને પણ પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. અક્ષય કુમારે કહ્યું કે, મેં ઘણી વખત માલદીવની મુલાકાત લીધી છે અને તેની પ્રશંસા કરી છે, પરંતુ ગૌરવ પહેલા આવે છે. તેમણે કહ્યું કે માલદીવના મંત્રી એવા દેશના વડાપ્રધાન વિરુદ્ધ ટિપ્પણી કરી રહ્યા છે જ્યાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં જાય છે. સલમાન ખાને કહ્યું કે, વડાપ્રધાનને લક્ષદ્વીપના સુંદર, સ્વચ્છ અને અદભૂત બીચ પર જોવું ખૂબ જ સારું લાગ્યું. સૌથી સારી વાત એ છે કે આ આપણા જ દેશમાં છે.

વિદેશ મંત્રાલયે માલદીવના રાજદૂતને બોલાવ્યા

વિદેશ મંત્રાલયે સોમવારે માલદીવના રાજદૂત ઈબ્રાહિમ સાહિબને PM મોદી વિરુદ્ધ માલદીવના મંત્રીઓ દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીને લઈને સમન્સ પાઠવ્યું હતું. તો બીજી તરફ માલદીવ સરકારે મંત્રીઓની ટિપ્પણીથી પોતાને દૂર રાખ્યા હતા. વિદેશ મંત્રી મુસા ઝમીને કહ્યું કે, વિદેશી નેતાઓ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી અસ્વીકાર્ય છે. તે માલદીવ સરકારના વિચારોનું પ્રતિનિધિત્વ કરતા નથી.