January 19, 2025

PM મોદી બાદ હવે અમિત શાહે ‘The Sabarmati Report’ના કર્યા વખાણ

Amit Shah Praises The Sabarmati Report: વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ રિલીઝ પહેલા જ વિવાદોમાં છે. 2002ની ગોધરા ઘટના પર બનેલી ફિલ્મને લઈને દર્શકો બે જૂથમાં વહેંચાયેલા છે. આ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ આ ફિલ્મના વખાણ કર્યા હતા. હવે ગૃહમંત્રી અમિત શાહે ‘ધ ​​સાબરમતી રિપોર્ટ’ના વખાણ કર્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા અમિત શાહે કહ્યું કે સત્યને દબાવી શકાતું નથી, ભલે ગમે તેટલી કોશિશ કરવામાં આવે.

અમિત શાહે X પર એક યુઝરની પોસ્ટ ફરીથી રીપોસ્ટ કરી છે. આ સાથે તેણે લખ્યું, ‘કોઈપણ પાવરફુલ ઇકોસિસ્ટમ ગમે તેટલી કોશિશ કરે, તે સત્યને અંધકારમાં છુપાવી શકતી નથી. ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ઇકોસિસ્ટમને અપ્રતિમ હિંમત સાથે પડકારે છે અને દિવસના પ્રકાશમાં તે ભયાનક ઘટના પાછળના સત્યને ઉજાગર કરે છે.

શું છે ‘ધ સાબરમતી રિપોર્ટ’ની કહાની?
તમને જણાવી દઈએ કે વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મ તેની વાર્તાના કારણે ઘણી ટીકાઓનો સામનો કરી રહી છે. ફિલ્મની વાર્તા 2002ની ગોધરાની ઘટના પર આધારિત છે જેમાં સાબરમતી એક્સપ્રેસના એક કોચને કેટલાક લોકોએ આગ લગાવી દીધી હતી. આ અકસ્માત બાદ સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી.